ભૌગોલિક સંકેત (Geographical Indication-GI Tag)એ વિશેષ વસ્તુઓને આપવામાં આવતું નામ અથવા ચિહ્ન છે. જે તે વસ્તુઓના ચોક્કસ ભૌગોલિક સ્થાન અથવા મૂળનું પ્રમાણ આપે છે અને વસ્તુની ગુણવત્તા કે મહત્વ સુનિશ્ચિત કરે છે.
ભૌગોલિક સંકેતનુ પ્રમાણ મળ્યા પછી અધિકૃત લોકો સિવાય બીજા લોકોને આ લોકપ્રિય વસ્તુઓનાં નામનો ઉપયોગ કરવાની પરવાનગી નથી તેમજ આ ટેગ ધરાવતી વસ્તુઓનો બીજી જગ્યાએ ઉત્પાદન કે ઉછેર કરવા માટે કાયદેસર મંજૂરી લેવી પડે છે.
GI ટેગ માટે ચીજવસ્તુઓનું અલગ અલગ 34 શ્રેણીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. કૃષિ ક્ષેત્ર, હસ્તકળા, વિનિર્મિત વસ્તુ, ખાદ્ય પદાર્થો તેમજ વાનગી, પ્રાકૃતિક વસ્તુઓને વિભિન્ન શ્રેણીમાં GI ટેગ આપવામાં આવે છે.
![]() |
ગુજરાતના GI Tag |
GI એક્ટ, 1999
ભારત WTOનું સભ્ય હોવાને કારણે ભારત સરકાર દ્વારા ડિસેમ્બર, 1999માં જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન ઓફ ગુડ્સ એકટ, 1999 પસાર કરવામાં આવ્યો હતો જેને જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન ઓફ ગુડ્સા એકટ, 1999 પણ કહેવામાં આવે છે. તેનો અમલ 15 સપ્ટેમ્બર, 2003થી કરવામાં આવ્યો છે. આ એકટને WTO ના TRIPS (ટ્રેડ રિલેટેડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપટી રાઈટ્સ) સમજૂતીના પાલન માટે અધિનિયમિત કરવામાં આવ્યો હતો.
GI ટેગનું પ્રમાણ ભારત સરકાર દ્વારા જિઓગ્રાફિકલ ઈન્ડિકેશન ઓફ ગુડ્સ એકટ, 1999 અધિનિયમ અંતર્ગત આપવામાં આવે છે.આ એકટને GI ટેગ પ્રદાન કરતી કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટસ,ડિઝાઈન એન્ડ ટ્રેડ માકર્સ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટસ, ડિઝાઈન એન્ડ ટ્રેડ માકર્સની GI ટેગ માટેની નોંધણી શાખા ચેન્નાઈ ખાતે સ્થિત છે. GI ટેગ માત્ર વસ્તુઓને આપવામાં આવે છે. (સેવાઓને નહિ) જે તે વસ્તુ/પદાર્થને મળેલ GI ટેગ 10 વર્ષ માટે માન્ય હોય છે તેમજ તેની સમાપ્તિ પર પ્રત્યેક 10 વર્ષે નવેસરથી નોંધણી કરવામાં આવે છે.
GI ટેગ માટેના આવેદનની નિર્ધારિત કરાયેલી ફી 5000 રૂપિયા છે. GI ટેગ એ Goods Registration and Protection Act, 1999 હેઠળ ભારત સરકારના વેપાર અને ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત કામ કરતી ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ દ્વારા ભૌગોલિક સંકેત પ્રમાણિત ઉત્પાદનો માટે ત્રિરંગી લોગો જાહેર કરવામાં આવ્યો છે.
આ લોગો નીચે એક ટેગ લાઈન 'અતુલ્ય ભારતની અમૂલ્ય નિધિ' (Invaluable Treasures Of Increadible India)' આપવામાં આવી છે.
GI ટેગના લાભ
- GI ટેગ ધરાવતી વસ્તુને કાનૂની સંરક્ષણ પૂરું પાડવામાં આવે છે.
- આ ટેગ દ્વારા ભૌગોલિક ક્ષેત્રમાં ઉત્પાદિત વસ્તુઓના ઉત્પાદકોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે.
- GI ટેગ ગુણવત્તાયુક્ત ઉત્પાદનને સુનિશ્ચિત કરે છે તેથી સ્થાનિક બજારો સાથે ચીજ વસ્તુનું મૂલ્ય આંતરરાષ્ટ્રીય બજારમાં વધવાથી નિકાસમાં પણ વધારો થાય છે.
- અન્ય લોકો દારા નોંધાયેલા સંકેતના ખોટા ઉપયોગ પર પણ રોક લાગે છે.
- આદિવાસીઓની પરંપરાગત વિશેષજ્ઞતાને સંક્ષણ પ્રાપ્ત થવાથી આદિવાસી સમુદાયના લોકો દ્વારા થતા ઉત્પાદનમાં પણ વધારો થાય છે.
GI ટેગ કઈ વસ્તુને નહીં મળી શકે ?
- જેનો ઉપયોગ કોઈ લાગુ કરાયેલા કાયદાથી વિરુદ્ધ હોય.
- કોઈ ગેરકાયદેસર અથવા પ્રતિબંધિત પદાર્થ હોય.
- જેના ઉપયોગથી ભ્રમ પેદા થવાની સંભાવના હોય.
- ભારતના નાગરિકના કોઈ પણ વર્ગ કે સમુદાયની ધાર્મિક સંવેદનશીલતાને ઠેસ પહોંચવાની સંભાવના હોય.
- જે વસ્તુ, કોઈ રાજ્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થતી હોય પરંતુ કોઈ વ્યકિત દ્વારા ખોટા ક્ષેત્ર જણાવવામાં આવ્યા હોય.
ગુજરાતમાં GI ટેગ મેળવનાર વસ્તુઓ
ભારતમાં સૌપ્રથમવાર GI ટેગ દાર્જિલીંગની ચા અને તેના લોગોને (વર્ષ 2004-05) આપવામાં આવ્યો હતો. ગુજરાતમાં GI ટેગ મેળવનાર પ્રથમ વસ્તુ ખરાડી સમુદાયનું સંખેડાનું ફર્નિચર (વર્ષ 2008-09) છે. કોઈ એક પ્રકારની વાનગી જો વિભિન્ન પ્રદેશમાં અલગ રીતે બનાવવામાં આવતી હોય તો બન્ને વાનગી GI ટેગ પ્રાપ્ત કરી શકે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના રસગુલ્લા, પાટણના પટોળા અને રાજકોટના પટોળા પણ આ પ્રકારનું ઉદાહરણ છે.
1.સંખેડા ફર્નિચર અને લોગો
સંખેડાના ફર્નિચર નો લોગો
ગુજરાતના સંખેડાના ફર્નિચરને વર્ષ 2008-09માં અને તેના લોગોને વર્ષ 2015-16માં GI ટેગ પ્રાપ્ત થયો છે. ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લાના ખરાડી સમુદાય દ્વારા સંપૂર્ણ ફર્નીચર પરિપકવ સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે અને તેના બાહ્ય ભાગમાં સોનેરી, રૂપેરી તેમજ મરૂન રંગથી કરવામાં આવતી સજાવટ વિશ્વભરમાં જાણીતી છે.
સંખેડાના ફર્નિચરમાં રોજીંદા વપરાશની ચીજો જેવી કે સોફાસેટ, ખુરશી, કબાટ, ટેબલ, બાજઠ, પલંગ, હિંડોળા, વગેરેનો સમાવેશ થાય છે. સંખેડાના ફર્નિચરની પ્રથમ ઐતિહાસિક નોંધ જ્યોર્જ રોકયુસ નામના ફ્રેન્ચ લેખકની નોંધોમાંથી પ્રાપ્ત થાય છે. સંખેડાના ફર્નિચર બનાવવા માટેની તાલીમ સંસ્થા અમદાવાદમાં સ્થાપવામાં આવી છે.
2.ખંભાતના અકીક અને તેનો લોગો
ખંભાતના અકીક મુખ્યત્વે કાર્નેલિયન પથ્થરોના બનેલા છે. જે તેના વિવિધ રંગો જેવા કે પીળો, લીલો, ગુલાબી, કાળો, સફેદ અને ભૂરા રંગ માટે જાણીતા છે. ખંભાતમાંથી જાસ્પર, બ્લ્ડ સ્ટોન, ચોકલેટ સ્ટોન, મેઈમરીન, અઝૂરે, જેટ તેમજ પીજોરા પ્રકારના અકીક પ્રાપ્ત થાય છે. અકીકનો ઉપયોગ શૃંગારના સાધનો બનાવવા તેમજ પેપરવેઈટ, ખટીયો, કલમ, તલવાર જેવા હથિયારોના હાથા બનાવવામાં થાય છે.
3.કચ્છી ભરતકામ અને લોગો
4.ટાંગલિયા/તાંગલિયા શાલ
4. તાંગલિયા શાલ
5.સુરતી જરીકામ
સુરતના જરીકામને વર્ષ 2010-11માં GI ટેગ આપવામાં આવ્યો છે. મુઘલકાળ દરમિયાન સુરત જરી શહેર તરીકે જાણીતું હતું. અહીંની જરી મક્કા ખાતે નિકાસ પામતી હતી. વર્તમાનમાં જરીકામના હુન્નર માટે સુરતના રાણા સમુદાય પ્રખ્યાત છે. આ કળા પરંપરાગત રીતે ચાલી આવતી હસ્તકલા છે. ચાંદી અને સોનાના તારને જરીના રૂપમાં બનાવી તેનો ઉપયોગ ભરતગૂંથણ કળા દ્વારા કિંમતી વસ્ત્રોને શણગારવામાં થાય છે.
6.ગીરની કેસર કેરી
6.ગીરની કેસર કેરી
ગિરનારની તળેટીના વિસ્તારમાં કેસર કેરીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે. કેસર કેરીના ઉત્પાદન માટે આ ક્ષેત્રનો તાલાળા વિસ્તાર પ્રખ્યાત છે. તેની પ્રથમ ઐતિહાસિક નોંધ જૂનાગઢ રાજ્યની વર્ષ 1851 થી 1882ની નોંધમાંથી પ્રાપ્ત થાય છે. જે મુજબ જૂનાગઢના તત્કાલીન નવાબ મોહાબત ખાન બીજા દ્વારા આ કેરી માટે સૌપ્રથમ વખત સાલેભાઈની આંબાડી તરીકે શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હતો.
જૂનાગઢના નવાબ મોહબત ખાન ત્રીજાના સમયમાં તત્કાલીન બાગખાતાના પ્રમુખ એ. એસ. કે. આયંગર દ્વારા કેસર કેરી માટે વિસ્તૃત સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. ગીરની કેસર કેરીને વર્ષ 2010-11માં GI ટેગ આપવામાં આવ્યું
7.ભાલીયા ઘઉં
8.કચ્છની શાલ
9.પાટણના પટોળા
9. પાટણ નું પટોળું
ગુજરાતમાં સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહના સમયમાં મારવાડથી આવેલા સાળવી પરિવારોને રાજ્યાશ્રય આપવામાં આવ્યો ત્યારથી ગુજરાતમાં પટોળાની શરૂઆત થઈ હતી. પરંતુ પટોળાનો સૌથી વધારે વિકાસ કુમારપાળના સમયમાં થયો. પાટણ જિલ્લો તેના વિશિષ્ટ પ્રકારના 'પટોળા' માટે દેશ-દુનિયામાં પ્રખ્યાત છે. પટોળાને સંસ્કૃતમાં 'પટ્ટદકલ' કહે છે. પટોળાની આ કળા આશરે 850 વર્ષોથી પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે.
પટોળા 'બેવડ ઈકત' (બેવડ એટલે બંને બાજુ અને ઈકત એટલે વણાંટ) શૈલીમાં બનાવવામાં આવે છે. પટોળા રેશમની વણાટવાળી સાડીઓ છે કે જેની ડીઝાઈન ડબલ ઈકત ડાઈગ (Double ikat dying) તકનીક નોં ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પટોળા ગુજરાતમાં બનતી શ્રેષ્ઠ હસ્ત વણાટની સાડીઓમાંની એક છે. પટોળા સાડીની મુખ્યત્વે ચાર ડીઝાઈન છે.
પટોળા હાથસાળ વડે બનાવવામાં આવે છે. ડાઇંગની લાંબી પ્રક્રિયાને કારણે પટોળાની એક સાડીને બનાવતા છ મહિનાથી એક વર્ષનો સમય લાગે છે. પટોળામાં બનતી ભાત 'નારીકુંજ' તરીકે ઓળખાય છે. વર્તમાનમાં કસ્તુરચો પરિવાર અને સાળવી કુટુંબ પટોળા સાથે સંકળાયેલા છે. પાટણના પટોળાને વર્ષ 2013માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
10.વારલી ચિત્રકલા
આ ચિત્રો દીવાલ પર ગેરૂ અને સફેદ (ચોખાનો ભૂકો કરી સફેદ રંગ બનાવાય છે.) રંગનો ઉપયોગ કરી દોરવામાં આવે છે. મહારાષ્ટ્રની 'માશે' સમુદાય આ ચિત્રકળા માટે જાણીતી છે. દાદરા નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ આ ચિત્રકલા પ્રચલિત છે. મહારાષ્ટ્રના પદ્મશ્રી એવોર્ડ વિજેતા જીવ્યા સોમા મ્હાશે કે જેઓ વારલી ચિત્રકળાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ ગયા છે.
વર્ષ 2020માં વલસાડ ખાતે યોજાયેલ વારલી કલા મહોત્સવમાં એક જ સ્થળે 2109 આદિવાસી વિદ્યાર્થીઓએ વારલી ચિત્રકલા બનાવી ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું. 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અંતર્ગત લુપ્તપ્રાય વારસો દર્શાવતી ફિલ્મ 'વારલી આર્ટ' ને શ્રેષ્ઠ પ્રમોશનલ ફિલ્મ (પ્રવાસન, નિકાસ, હસ્તકલા, ઉદ્યોગ વગેરેને આવરી લેવા માટે)નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ ફિલ્મના નિર્માતા બાબ સિનેમાઝ તથા દિગ્દર્શક હેમંત વર્મા છે.
11.જામનગરની બાંધણી
11. જામનગરની બાંધણી
બાંધણીનો સૌપ્રથમ ઐતિહાસિક પુરાવો બાણભટ્ટના હર્ષચરિત્રમાં પ્રાપ્ત થાય છે. બાંધણી સાડી ભારતમાં મુખ્યત્વે ગુજરાત તેમજ રાજસ્થાનમાં બનાવવામાં આવે છે. બંધેજ પ્રકારની બાંધણી ગુજરાતમાં જામનગર, પેઠાપૂર, માંડવી, ભૂજ, અંજાર, બિકાનેર, જેતપૂર, પોરબંદર જેવા સ્થળોએ બનાવવામાં આવે છે.
જામનગરી બાંધણીને વર્ષ 2016-17માં GI ટેગ આપવામાં આવ્યો હતો. જામનગરનું દરબારગઢ વિસ્તારનું બાંધણી બજાર પ્રખ્યાત છે.
12.રાજકોટના પટોળા
12. રાજકોટનું પટોળું
વર્ષ 1951માં રાજકોટના કરમચંદ ગોધામદાસ દ્વારા આ કળાનું ઉત્થાન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય હસ્તકલા બોર્ડ અને કરમચંદ ગોધામદાસના પ્રયાસોથી રાજકોટમાં સિંગલ ઈત પટોળાની હાથશાળ સ્થાપિત કરવામાં આવી હતી. રાજકોટના પટોળાનું વ્યાપારીકરણ ખાદી વિલેજ ઈન્ડસ્ટ્રીઝ કમિશનના પ્રયાસોથી સફળ બન્યું છે. રાજકોટના પટોળાને વર્ષ 2018-19માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
13.પેથાપુર બ્લોક પ્રિન્ટિંગ અને લોગો
13.પેથાપુર પ્રિન્ટીંગ બ્લોક
પેથાપુર પ્રિન્ટીંગ બ્લોકનો લોગો
ઉત્પાદકો દ્વારા વસ્ત્રો ઉપર પ્રિન્ટીંગ માટે પેથાપુર પ્રિન્ટીંગ બ્લોકનો ઉપયોગ કરવામાં આવે છે. આ બ્લોક વલસાડી સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. એ લંડનના વિકટોરીયા આલ્બર્ટ મ્યુઝિયમ ખાતે વર્ષ 1850માં બનાવવામાં આવેલ પેઠાપુર બ્લોક પ્રિટિંગનો નમુનો મુકવામાં આવ્યો છે, જે તેનો સૌથી પ્રાચીન પુરાવો છે.
પેઠાપુર બ્લોક પ્રિન્ટિંગના ઉત્થાન માટે માણેકલાલ ગજજરનું નોધપાત્ર યોગદાન રહેલું છે. પેઠાપુર હસ્તકળાના કારીગરોનું ગામ તેમજ 'ધ હબ ઓફ વુડ બ્લોક મેકર્સ' તરીકે જાણીતું છે. અહીંથી સમ્રગ વિશ્વમાં વુડન બ્લોકની નિકાસ કરવામાં આવે છે. પેથાપુર બ્લોક પ્રિન્ટિંગને વર્ષ 2018-19માં GI ટેગ આપવામાં આવ્યો હતો.
14.પીઠોરા ચિત્રકલા
14. પીઠોરા ચિત્રકલા
મુખ્યત્વે ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં જોવા મળે છે. રાઠવા સમુદાયના આદિવાસીઓ પીઠોરા ચિત્ર દ્વારા આદિવાસી સમાજના લોક ર્જીવનની વિવિધ ઘટનાઓને રંગના માધ્યમથી રજૂ કરે છે. પીઠોરાના ભીંતચિત્રનું કથાવસ્તુ લગ્નના ઉત્સવનું છે. ઘરની ત્રણ દિવાલો પર વિવિધ ભીતચિત્રો દોરવામાં આવે છે, જેને 'પીઠોરા ચિત્રો' કહે છે.
પીઠોરાની ચિત્રકળા સાથે ગાયન, વાદન અને નર્તન અર્થાત્ લોકનૃત્યો પણ ભળે છે. પીઠોરા ચિત્રકલાને વર્ષ 2021-22માં GI ટેગ આપવામાં આવ્યો હતો
15.માતાની પછેડી
15.માતાની પછેડી
વલ્લાભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ ગુજરાતમાં 16મી સદીમાં પુષ્ટિમાર્ગી સંપ્રદાયનો પ્રસાર કર્યો અને હવેલીઓમાં લલિતકળાઓ અને કારીગરોને સંરક્ષણ આપ્યું. આ સમયથી સમગ્ર ગુજરાતમાં હવેલી, મંદિર, ચોરા ઉપરાંત ઘરની ભીંતો પર ફરી પાછી ચિત્રાલેખની પરંપરા શરૂ થઈ. - તેમાં પિછવાઈ, ચાકળા, ચંદરવા વગેરેની પરંપરા શરૂ થઈ. દેવીપુજક સમુદાય નવરાત્રી તથા અન્ય પર્વના દિવસોમાં માતાજીને 'ચંદરો' ચઢાવીને પોતાની માનતા પૂરી કરે છે. આ ચંદરોને 'ચંદરવો' કે 'માતાજીની પછેડી" થી ઓળખવામાં આવે છે.
માતાજી ની પછેડી ને વર્ષ 2023માં GI ટેગ આપવામાં આવ્યો છે અમદાવાદ ના ભાનુભાઈ ચિતારા ને કલક્ષેત્ર ની ભારત ની ચારસો વર્ષ જૂની પછેડી કલાને જીવંત રાખવા આપેલા પોતાના યોગદાન બદલ વર્ષ 2023માં પદ્મશ્રી પુરસ્કારથી સમ્માનિત કરવામા આવ્યા છે.