SSC GD 2025: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ કોન્સ્ટેબલ જનરલ ડ્યુટી (GD), રાઈફલમેન GD અને સિપાહીની 39481 જગ્યાઓ ભરવા માટે ભરતી ની 5 સપ્ટેમ્બર, 2024 ના રોજ જાહેરાત કરી છે. SSC GD સૂચના 2025 ssc.gov.in પર ઉપલબ્ધ છે. SSC GD એપ્લિકેશન ફોર્મ 5 સપ્ટેમ્બર, 2024 (05/09/2024) થી 14 ઓક્ટોબર, 2024(14/10/2024) સુધી SSC ની સત્તાવાર વેબસાઇટ- ssc.gov.in પર ઑનલાઇન ભરી શકાશે.
SSC GD કોન્સ્ટેબલ 2025 પરીક્ષા દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs) અને SSF, આસામ રાઈફલ્સમાં રાઈફલમેન (GD) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વિભાગમાં કુલ 39,481 જગ્યાઓ ભરશે. CAPF અથવા SSF માં ભરતી થવા માંગતા ઉમેદવારો અરજી કરી શકે છે.
SSC GD 2025 Notification - DOWNLOAD
SSC GD ૨૦૨૫ વિશે મહત્વપૂર્ણ માહિતી
સંસ્થા | સ્ટાફ સિલેકશન કમિશન |
પદ | કોન્સ્ટેબલ(GD) |
કુલ જગાઓ | ૩૯૪૮૧ |
અરજી કરવાની તારીખ | ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ |
અંતિમ તારિખ | ૧૪ ઓક્ટોબર ૨૦૨૪ |
ફી ભરવાની છેલ્લી તારીખ | ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ |
પગાર ધોરણ | ₹૨૧૭૦૦- ₹૭૯૧૦૦ |
પરીક્ષા તારિખ | જાન્યુઆરી-ફેબ્રુઆરી ૨૦૨૪ |
અરજી કરો | ssc.gov.in |
SSC GD ૨૦૨૫ નોટીફિકેશન અને વિગત
Staff selection commission દ્વારા SSC GD ૨૦૨૫ ની ભરતી નું notification જાહેર કરી દેવામાં આવ્યું છે , જેના, થકી ભારતીય અર્ધ લશ્કરી દળો માં કુલ ૩૯૪૮૧ પદ ઉપર સીધી ભરતી કરવામાં આવશે. SSC GD ૨૦૨૫ ની ભરતી 3 ચરણ માં કરવામાં આવશે જેમાં સૌપ્રથમ ઉમેદવારની લેખીત પરીક્ષા જે કમ્પ્યુટર (CBT) આધારિત હશે, ત્યારપછી પસંદગી પામેલા ઉમેદવારને શારીરિક કસોટી માટે બોલાવવામાં આવશે અને અંતે શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારની તબીબી ચકાસણી અને દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી ત્રણેય ચરણ માં ઉતીર્ણ ઉમેદવારે કમ્પ્યૂટર પરીક્ષામાં મેળવેલ ગુણ થકી તેમની પસંદગી કરવામાં આવશે.
SSC GD ૨૦૨૫ ની મહત્વપૂર્ણ તારીખો
SSC GD ની તૈયારી કરતા ઉમેદવારો માટે સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં અરજી કરવાની શરૂઆત તારીખ ૫ સપ્ટેમ્બર ૨૦૨૪ થી લઇ ૧૪ ઓક્ટોબર ૨૦૨૪(રાતના ૧૧ વાગ્યા સુધી) રાખેલ છે. તે ઉપરાંત ફી ભરવાની છેલ્લી તારીખ ૧૫ ઓક્ટોબર ૨૦૨૪(રાતના ૧૧ વાગ્યા સુધી) છે.
જો કોઈ ઉમેદવારને ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ થઈ જાય અને ફોર્મ સબમિટ કરી દીધું હોય તો, તે માટે કરીને તારીખ ૫ નવેમ્બર ૨૦૨૪ થી ૭ નવેમ્બર ૨૦૨૪ સુધી ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પર લોગિન કરી પોતાની અરજી સુધારી શકશે તથા તેના માટે ₹૧૦૦ ચૂકવવાના રહેશે.
સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર ઉમેદવારની પ્રાથમિક કસોટી વર્ષ ૨૦૨૫ ના જાન્યુઆરી તથા ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થશે. તેથી ઉમેદવાર પાસે પરીક્ષા ની તૈયારી કરવા માટે ૪ મહિના સુધીનો સમય છે.
SSC GD ૨૦૨૫ કુલ ભરતી
સ્ટાફ સિલેકશન કમીશન દ્વારા SSC GD ૨૦૨૫ ના નોટિફિકેશન થકી કુલ ૩૯૪૮૧ પદ માટે ભરતી કરવામાં આવશે, જેમાં ૩૫૬૧૨ પુરુષ ઉમેદવાર તથા ૩૮૬૯ મહિલા ઉમેદવાર ની પસંદગી કરવામાં આવશે. આ ભરતી ભારત સરકાર ના અર્ધ સૈનિક સેના જેવા કે બી.એસ.એફ(BSF), સી.આઈ.એસ.એફ(CISF), સી.આર.પી.એફ(CRPF), એસ.એસ.બી(SSB), આઇ.ટી.બી.પી(ITBP), આસામ રાઇફલસ્(AR), એસ.એસ.એફ(SSF) અને એન.સી.બી(NCB).
SSC GD ૨૦૨૫ અરજી કરવા માટેની પાત્રતા
SSC GD ની અરજી કરવા માટે ઉમેદવારે સરકાર માન્ય શાળા કે સંસ્થા માંથી ૧૦મું ધોરણ પાસ કરેલ હોવો જોઇએ, તથા ઉમેદવારની ઉંમર ૧૮ થી ૨૩ વર્ષ હોવી જોઇએ. ઉમેદવાર તારીખ ૦૨-૦૧-૨૦૦૨ ની પહેલા અને તારીખ ૦૧-૦૧-૨૦૦૭ પછી જન્મેલો ના હોવો જોઈએ.
- જો ઉમેદવાર અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ નો હોય તો ઉંમર મર્યાદા માં ૫ વર્ષની છુટ આપવામાં આવશે.
- જો ઉમેદવાર અન્ય પછાત વર્ગ (OBC)નો હોય તો ઉંમર મર્યાદા માં ૩ વર્ષની છુટ આપવામાં આવશે તથા Ex.serviceman માટે પણ ૩ વર્ષની છુટ આપવામાં આવશે.
- ૧૯૯૪ અને ૨૦૦૨ ના રમખાણોમાં મૃત્યુ પામેલા ગુજરાત ના પીડિત વર્ગના General /EWS ઉમેદવાર માટે ૩ વર્ષ ની છૂટ.
- ૧૯૯૪ અને ૨૦૦૨ ના રમખાણોમાં મૃત્યુ પામેલા ગુજરાત ના પીડિત વર્ગના OBC ઉમેદવાર માટે ૮ વર્ષ ની છૂટ.
- ૧૯૯૪ અને ૨૦૦૨ ના રમખાણોમાં મૃત્યુ પામેલા ગુજરાત ના પીડિત વર્ગના SC/ST ઉમેદવાર માટે ૧૦ વર્ષ ની છૂટ.
SSC GD ૨૦૨૫ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
SSC GD ની અરજી કરવા માટે ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ https://ssc.gov.in ની મુલાકાત લઈ વહેલી તકે ઉમેદવારી નોંધાવી દેવી. અરજી કરવાની તારિખ ૫ સપ્ટેમ્બરે થી લઇ ૧૪ ઓક્ટોબર રખેલ છે, તથા ફી ભરવાની અંત્તિમ તારીખ ૧૫ ઓક્ટોબર છે.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
- ઇમેઇલ આઇડી
- મોબાઈલ નંબર
- આધારકાર્ડ/ચૂંટણીકાર્ડ/પાનકાર્ડ
- ૧૦ ધોરણની માર્કશીટ
- NCC certificate (જો હોય તો)
- વિકલાંગતા પ્રમાણપત્ર (જો હોય તો)
SSC GD કોન્સ્ટેબલ ૨૦૨૫ માટે ઑનલાઇન અરજી કેવી રીતે કરવી
- SSC વેબસાઇટ- ssc.gov.in
- SSC GD એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
- રજીસ્ટ્રેશન ફોર્મ ભરો.
- SSC GD એપ્લિકેશન ફોર્મ 2025 ભરો
- ફોટો અને સહી અપલોડ કરો.
- SSC GD એપ્લિકેશન ફી ચૂકવો.
- કન્ફર્મેશન પેજ સબમિટ કરો અને સેવ કરો.
અરજી ફી-100 રૂપિયા છે જનરલ તથા EWS કેટેગરી માટે, અને મહિલા, SC/ST તથા Ex.Servicema ને ફી ભરવા માંથી છૂટ. SSC GD ની પ્રાથમિક પરીક્ષા માટે SSC દ્વારા ગુજરાતમાં ફાળવેલ પરીક્ષા કેન્દ્રો નીચે મુજબ છે.
- અમદાવાદ
- ગાંધીનગર
- મહેસાણા
- રાજકોટ
- સુરત
- વડોદરા
કેન્દ્રીય અર્ધ સૈનિક બળ વિશે મહત્વપૂર્ણ માહિતી
1. BSF (Border Security Force) Code -A
BSF માં GD કોન્સ્ટેબલ - ની મુખ્ય ભૂમિકાઓમાં નીચે મુજબ સમાવેશ થાય છે.
- ભારત-પાકિસ્તાન અને ભારત- ભાંગ્લાદેશ બોર્ડરનું રક્ષણ કરવું.
- સરહદી વિસ્તારોમાં રહેતા લોકોમાં સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવું.
- સરહદ પારના ગુનાઓને રોકવા માટે, ભારતના પ્રદેશમાં અનધિકૃત પ્રવેશ અથવા બહાર નીકળવા.
- સરહદ પર દાણચોરી અને અન્ય કોઈપણ ગેરકાયદેસર ગતિવિધિઓને રોકવા માટે
- પુસણખોરી વિરોધી કરજો.
- સરહદ પારની ગુપ્ત માહિતી એકત્રીત કરવી.
2. ITBP(Indo-Tibetan Border Police) Code - E
ITBP માં GD કોન્સ્ટેબલ - ની મુખ્ય ભૂમિકાઓમાં નીચે મુજબ સમાવેશ થાય છે.
- ભારત અને ચીન (લદાખથી અરુણાચલ પ્રદેશ) વચ્ચેની સરહદી ની સુરક્ષા માટે
- વિક્ષેપની સ્થિતિમાં કોઈપણ વિસ્તારમાં વ્યવસ્થા પુનઃસ્થાપિત અને જાળવવા.
- ઉત્તરીય સરહદો પર તકેદારી,
- સરહદ ઉલ્લંઘનની તપાસ અને નિવારણ,
- ગેરયકાદેસર ઈમિગ્રેશન અને ટ્રાન્સ-બોર્ડર દાણચોરી પર નિયંત્રણ રાખવા.
- સોંપાયેલ વિસ્તારોમાં શાંતિજાળવવી અને સ્થાનિક લોકોમાં સુરક્ષાની ભાવનાને પ્રોત્સાહન આપવું.
3. CISF (Central Industrial Security Force)Code-B
CISF માં GD કોન્સ્ટેબલ - ની મુખ્ય ભૂમિકાઓમાં નીચે મુજબ સમાવેશ થાય છે.
- - વિવિષ PSU અને અન્ય મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રકચરને સુરક્ષા પૂરી પાડવા માટે.
- ભારતના તમામ વાણિજિયક એરપોર્ટ પર એરપોર્ટ સુરક્ષાના ઈન્ચાર્જ તરીકે,
- દિલ્હી મેટ્રોની સુરક્ષા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે.
- સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ અને ઔદ્યોગિક એકમોનું રક્ષણ કરવું.
- વિશેષ સુરક્ષા જૂથ (SSG) ગૃહ મંત્રાલય દ્વારા નામાંકિત વ્યક્તિઓને સુરક્ષા કવચ પૂરું પાડે છે.
- ઔદ્યોગિક ઉપક્રમો/ઈન્સ્ટોલેશન્સને રક્ષણ, સલામતી અને સુરક્ષા પ્રદાન કરે છે તથા આગના જોખમો સામે રક્ષણ આપે છે .
4. SSB(Sashastra Seema Bal) Code-D
SSB માં GD કોન્સ્ટેબલ - ની મુખ્ય ભૂમિકાઓમાં નીચે મુજબ સમાવેશ થાય છે.
- સીમા પારના ગુનાઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવી અને અટકાવવી.
- ભારત-નેપાળ અને ભારત-ભૂતાન સરહદોનું રક્ષણ.
5. CRPF (Central Reserve Police Force)
Code-C
CRPF માં GD કોન્સ્ટેબલ - ની મુખ્ય ભૂમિકાઓમાં નીચે મુજબ સમાવેશ થાય છે.
- ભારતના દરેક ભાગની આંતરિક સુરક્ષાનું ધ્યાન રાખવું.
- ભારતીય પીસ કીપીંગ ફોર્સ અને યુએન પીસ કીપીંગ મિશનના ભાગરૂપે વિદેશમાં કાર્ય કરવું.
- મહત્ત્વપૂર્ણ સ્થાપનોની સુરક્ષાથી લઈને નક્સલ વિરોધી કામગીરી તથા ચૂંટણી ફરજો માટે VIP સુરક્ષા
6. AR (Assam Rifles) Code-F
આસામ રાઈફલ્સમાં GD કોન્સ્ટેબલ - ની મુખ્ય ભૂમિકાઓમાં નીચે મુજબ સમાવેશ થાય છે.
- કાઉન્ટર ઈમરજન્સી અને સીમા સુરક્ષા ઓપરેશન દ્વારા સેનાના નિયંત્રણ હેઠળ આંતરિક સુરક્ષા પ્રદાન
- કટોકટીના સમયમાં નાગરિક શક્તિને સહાય પૂરી પાડવી.
- દૂરના વિસ્તારોમાં સંદેશાવ્યવહાર, તબીબી સહાય અને શિક્ષણ પ્રદાન કરવા.
- યુદ્ધના સમયમાં જો જરૂરી હોય તો પાછળના વિસ્તારોને સુરક્ષિત કરવા માટે લડાયક દળ તરીકે કામ કરવું
7. SSF (Secretariat Security Force) Code- H
SSF માં GD કોન્સ્ટેબલ - ની મુખ્ય ભૂમિકાઓમાં નીચે મુજબ સમાવેશ થાય છે.
- આ એકમ સચિવાલય પરિસરમાં પ્રવેશ માટે, સચિવાલયના દરવાજાઓ અને પરિસરના અન્ય સ્થળો પર રક્ષકો ફરજ ભજવે છે.
- આંતરિક શિસ્ત જાળવવા, વાહનોની એન્ટ્રી અને તેના પાર્કિંગ, સચિવાલય પરિસરમાંથી સામગ્રી લઈ માટે નું નિયમન અને સચિવાલયની મિલકતનું રક્ષણ.
8. NCB ( Narcotics Control Bureau) Code- G
- એજન્સીને માદક દ્રવ્યોની હેરાફેરી અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની જોગવાઈઓ હેઠળ ગેરકાયદેસર પદાર્થોના ઉપયોગ સામે લડવાનું કામ સોંપવામાં આવ્યું છે.